Saturday, August 4, 2012

 महंगी से महँगी घडी खरीद कर देख ली,
वक़्त है कि हमारे हिसाब से कभी चला ही नहीं।।

खेल ताश का हो या जिंदगी का ,
अपना इक्का तब ही दिखाना
जब सामने बादशाह हो ।

કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.
જીવ માફક જાળવ્યાં ભવનાં એ ભારણ સાંભરે,
વ્હાલસોયાં થઇને સોંસરવાં સર્યા-જણ સાંભરે.
આયખા આડે જો ઘુમ્મસ હોય તો પણ સાંભરે,
ક્યાંય બિમ્બાય હતો એ મનનું દર્પણ સાંભરે.
કોક દિ' એવું બને કે આંખમાં આંધિ ચઢે,
કોક દિ' એવું બને કે વાત બે-ત્રણ સાંભરે.
ગહેક પીધી ને રગેરગથી કસુંબલ થઇ ગયો,
આયખે અનહદ ભર્યો એ ટહુકે સાજણ સાંભરે.
સાવ અણધાર્યા સમયના ઘૂંટ ઘેરાતા ગયા,
કેટલી અણગત છતાં તરસી એ પાંપણ સાંભરે.
બંધ મુઠ્ઠીમાં હતી આકાશની ગેબી અસર,
એટલે કૈં કેટલાં કોડીલા સગપણ સાંભરે.
સાવ ધુમ્મસીયા ચહેરાઓ હવે વાંચી શકું,
સાવ આભાસી સંબંધોનાંય પગરણ સાંભરે.
સુરેન ઠક્કર 'મેહુલ'





Description: Bachapan Poem In Gujarati Status Kalarav
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: Bachapan Poem In Gujarati Status Kalarav

1 comment: