Saturday, March 2, 2013

Kiran Machhi 12:38 AM

Sushma Joshi
હોઠ હસતા રહ્યા ને મારી આંખ ઝરી ગઇ,
ક્ષણ તો આવી આવી ને સરી ગઇ.
પડછાયા પકડું કે સૂરજને પકડું
મને એનો મુંઝારો હતો ભારે,
સારું થયું કે મન શાંત થઇ બેઠું છે
ધોધમાર નદીના કિનારે,
કાળના દર્પણમાં જોયું તો લાગેઃ
હું તો કેટલી નદીઓ તરી ગઇ.
ક્ષણ તો આવી આવી ને સરી ગઇ.
નદીઓ તો એમના દરિયે સમાય
પણ મારો સાગર રહ્યો નોખો,
છૂટા પડવાનું ભલે ભાયગમાં હોય
પણ મળવાનો મળી ગયો મોકો.
પૂરવજનમની સઘળીયે ઘટનાઓ
પળપળમાં પાંગરી ગઇ.
ક્ષણ તો આવી આવી ને સરી ગ

Description: Kavita...
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: Kavita...

No comments: