Thursday, August 9, 2012

Kiran Machhi 10:04 AM ,
 सारद श्रुति सेषा रिषय असेषा जा कहुँ कोउ नहि जाना।
जेहि दीन पिआरे बेद पुकारे द्रवउ सो श्रीभगवाना ॥
भव बारिधि मंदर सब बिधि सुंदर गुनमंदिर सुखपुंजा।
मुनि सिद्ध सकल सुर परम भयातुर नमत नाथ पद कंजा ॥
જન્માષ્ટમી''
આસપાસ ઈશ્વર ના હોવા નો અહેસાસ માત્ર માનવીના ચિત્ત ને શાતા આપે છે.માધવ
ની અવતરવાની
વેળાએ માથે હાથ દઈને બેઠલા આપણે પુરુષાર્થ ને પાંગળો તો નથી બનાવતા ને?
પ્રારબ્ધ ના તો પાંચ જ ટકા હોય શકે પંચાણું નહિ.અરે માધવ ને માનવી તરીકે
તો મુલવીએ ! કંસવધ થી કુરુક્ષ્શેત્ર સુધી-ભારોભાર પુરુષાર્થ
જ ટપકતો દેખાય છે ને ?માધવ ને માધવ ની મદદ માંગતો કદી કોઇયે દીઠો છે?
ઈશ્વર નું અસ્તિત્વ છે? શ્રધાળું ને કશા પુરાવાની જરૂર નથી અને અશ્રધાળું કોઈપણ
પુરાવો માનવાનો નથી !અચાનક વાતાવરણ માં પ્રસરતી ખુશ્બુ પણ માનીએ તો ઈશ્વર
નો અહેશાસ છે.
માધવ ની અવતરવા ની આ વેળા -કંસ ના કારાગૃહ માંથી મધરાતે અચાનક વાંસળી ના
એક સુર નું-એક સુગંધ નું મથુરાથી ગોકુલ તરફ નું પ્રયાણ એ લાગણી ને આ
કાવ્ય માં મેં ભરી છે. '
'' જન્માષ્ટમી''
મથુરા નિષ્પ્રાણ થઇ, હવે ગોકુળિયું મઘમઘશે.
વૃંદાવન ની ગલી ગલી માં વાંસળી થઇ ને ફરશે.
શિશુ સાથે શેષનાગ પણ રક્ષે બંસી સુર ને,
ચરણ સ્પર્શી ને શમવુજ્ પડે ને ,યમુના ના આં પુર ને.
ચૌદ ભુવન નો નાથ છુપાઈ ,કરંડિયા માં મલકે.
નંદ ઘર નો ઉલ્લાસ જગત ના,અણુ અણુ માં પ્રસરે .
મોરપિચ્છ નું મેઘધનુષ્ય હવે ,અવની પર કોઈ રચશે.
યુગપુરુષ ઝંખતી આંખો માં,હર્શબિન્દુ તગતગશે.
------ડો સેદાની ........................."
Description: HAPPY JANMASHTAMI
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: HAPPY JANMASHTAMI

No comments: